STORYMIRROR

Falguni Rathod

Inspirational

4  

Falguni Rathod

Inspirational

દીકરી

દીકરી

1 min
312

દીકરી ઉજ્જવળ સિતારો બની જગતમાં ચમકે,

દીકરી વહાલનો દરિયો બની ઉર સાગરમાં દમકે...!


દીકરી અખૂટ સ્નેહ વરસાવતી વાદળીની જેમ ચમકે,

અનહદ અનરાધાર વરસાદી ધારામાં નૈનમાં છલકે...!


દીકરી ફૂલોની કળીઓ મહીં ખીલતી બૂંદોમાં ઝલકે,

એની કૂંપળ ફૂટી નીકળે ને ચહુકોર સુવાસિત મહેંકે...!


દીકરી આંગણે તુલસી ક્યારો બની ધૂપ દીપમાં ટમકે,

સુખની છોળો ઘર આખામાં રેલાવીને ઝંકાર ઝબકે...!


દીકરી માતપિતાનાં જીવતરનો આયનો બની ટહૂકે,

સંસારમાં દીકરી નામનો અણમોલ હીરો થઈ ધબકે...!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational