વીત્યો સમય ન આવશે
વીત્યો સમય ન આવશે
આજ વરસ વીત્યાનો છેલ્લો દિવસ જીવી લેજો;
વીત્યો સમય ન આવશે ફરી પાછો જોઈ લેજો,
કદીક કડવા ઘૂંટડા ભરી લીધાને ભૂલતા જજો;
મીઠેરી લાગણીઓ સદા વરસાવતા શીખી જજો,
સમયચક્ર નિરંતર ચાલતું રહેતું એને માની લેજો;
ભીતરની વીતેલી યાદો તાજી કરી લઈ સજી લેજો,
મારા તારામાં જીવવાની જડીબુટ્ટી શોધતાં જજો;
સગપણ ભૂતકાળનાં અકબંધ આજીવન કરી જજો,
સ્મરણોમાં વીતેલી સઘળી ઘટમાળ પામી લેજો;
નૂતન વર્ષ આગમન ટાણે વીત્યો સમય ભૂલી જજો.