STORYMIRROR

Dipal Upadhyay

Inspirational

1.0  

Dipal Upadhyay

Inspirational

મળી આવે...

મળી આવે...

1 min
27.1K


અચાનક સાવ સૂક્કા પાન પર ઝાકળ મળી આવે,

કદી એકાંતમાં એકાદ એવી પળ મળી આવે.

ભીતરથી કેટલું પડઘાય મારામાં ઝરણ જેવું, 

હું ફંફોસુ મને ત્યારે સ્મરણ કેવળ મળી આવે. 

નજરમાં આમ પથરાતું રહે રણ ચોતરફ કેવું, 

ને મારા પગની પાસે ક્યાંકથી મૃગજળ મળી આવે. 

રગેરગમાં ફરીને વિસ્તરે છે શ્વાસ શ્વાસોમાં, 

હમેશાં અહીં મને તારા સ્મરણનું બળ મળી આવે. 

ફૂલોમાંથી પ્રસરતી હો હજી ફોરમ હવા સંગે,

બને કે ફાગ ફાગણ ત્યાં મને હરપળ મળી આવે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational