ઘડિયાળ
ઘડિયાળ
1 min
550
મારા તે ઘરની દિવાલ લટકી જાય
ટક ટક કરતું જાય
સતત એ ચાલ્યા જ કરે
સૌને એ દોડાવ્યા કરે
નથી જોતુ એ કોઈની રાહ
એ તો બસ ભાગ્યા જ કરે
સૌ ઘડીકે ઘડીક તેને જોયા રાખે
એ તો તેનો સમય બદલે રાખે
સૌના તો ઘરમાં એ રહેતું
કોઈને એના વિના ન ચાલતું
કેલેન્ડરના તારીખ બદલવા કરે
એ તો એમ જ ચાલ્યા કરે