જાદુ મંતર જાદુ મંતર...
જાદુ મંતર જાદુ મંતર...
જાદુ મંતર જાદુ મંતર
આવ્યું નવું જાદું મંતર
ચંદ્ર સાથે થાય વાતો
ઉપરથી પૃથ્વી નિહાળી રાતો
જાદુ મંતર જાદુ મંતર...
આકાશ કેરી સહેલે પૃથ્વીવાસી
જળ વાતાવરણ અનુમાન કરતાં પૃથ્વીવાસી
જાદુ મંતર જાદુ મંતર...
પળમાં દેશ વિદેશમાં સંદેશ મોકલતાં
ટેલિવિઝન થકી હર સંદેશ મેળવતા
જાદુ મંતર જાદુ મંતર...
ટપાલ ટિકિટના જમાના થયા બહું જુનાં
મોબાઈલ થકી દુનિયા હાથમાં ફરતી સૌના
જાદુ મંતર જાદુ મંતર...
કમ્પ્યુટર થકી શિક્ષણ થયા સહેલાં
જુની તરાહમા ફેરફાર થયાં સઘળાં
જાદુ મંતર જાદુ મંતર...
