જહાન મળવું જોઈએ !
જહાન મળવું જોઈએ !
માન્યું તને આખુય આ જહાન મળવું જોઈએ,
પણ એક એમાં મુજને પણ મકાન મળવું જોઈએ !
ભલે નાના એનાં ઓરડા,
છત દિવાલના નામે કોયડા.
પણ તારા હૃદયથી છેક લગોલગ;
એને ઠામ મળવું જોઈએ.
માન્યું તને આખુય આ જહાન મળવું જોઈએ !
દુનિયા ભલે જે વલે કરે,
આ મન તું જે કહે, એ કરે.
પણ વખતોવખત તારા સ્નેહનું,
એ ફરમાન મળવું જોઈએ !
માન્યું તને આખુંય આ જહાન મળવું જોઈએ !
તારા જ ડેલે ઠાર્યુ છે,
મેં ગુમાન મારું ગુમાવ્યું છે.
તારી આંખોમાં મને ખોવાયેલું;
એ સ્વમાન મળવું જોઈએ !
માન્યું તને આખુય આ જહાન મળવું જોઈએ !
યાદોમાં મારી તું વસે,
મારા સ્વપ્ને આવી મને મળે.
સંવેદનાનું થઈ સાચુંકલુ મને,
એ ઇનામ મળવું જોઈએ !
માન્યું તને આખુય આ જહાન મળવું જોઈએ !
માન્યું તને આખુય આ જહાન મળવું જોઈએ !
પણ એક એમાં મુજને પણ મકાન મળવું જોઈએ !