મા !
મા !
અમાસની રાતનેય કરે
હરખથી અજવાળી ;
'મા' એટલે બારેમાસ દિવાળી !
મને સાત વાગ્યાની બસ પકડાવવા,
એ જાતે , સાડા પાંચની જાગે છે !
સમજી નથી શક્યું કોઈ જગમાં,
આમ જનની જીવે છે કે ભાગે છે ?
એક હાસ્ય બાળ મુખ પર લાવવા,
ખુદના ઊંઘ સુખ ચેન પળમાં ત્યાગે છે !
બાળકને પગભર કરતા કરતા,
એ સ્હેજે ખુદના ઘૂંટણ ભાંગે છે !
સમજી નથી શક્યું કોઈ જગમાં,
આમ જનની જીવે છે કે ભાગે છે ?
અઠ્ઠાવનનો થાય પણ મા મનમાં,
તસ્વીર આઠ માહનીજ ટાંગે છે,
સર કરવા સંતાનની ઈચ્છા,
સવારથી એ ચાંદો તારલિયા આંબે છે,
સમજી નથી શક્યું કોઈ જગમાં,
આમ જનની જીવે છે કે ભાગે છે ?
જાણે ગાંડીવ લઇ હાથે ,
એ સઘળા અસાધ્ય નિશાનોજ તાગે છે,
બાળક પાછળ ધોઈ અસ્તિત્વ સઘળું,
ક્યાં એ કંઈપણ માંગે છે ?
સમજી નથી શક્યું કોઈ જગમાં,
કે જનની જીવે છે કે ભાગે છે ?