જીવન પણ કેવું ઉખાણું
જીવન પણ કેવું ઉખાણું
જીવન પણ કેવું અજીબ ઉખાણું છે
ક્યારેક વહેતી નદી તો
ક્યારેક શાંત ઝરણું છે
ક્યારેક પ્રેમાળ વ્યક્તિની આશ છે
તો ક્યારેક ખુદ પ્રેમાળ બનવાની પ્યાસ છે
જીવન પણ કેવું અજીબ ઉખાણું છે
ક્યારેક ખોબા ભરી ભરી ને ખુશીઓ આપી દે છે
ક્યારેક આંસુ પણ ના આવે એવી વ્યથામાં મૂકી દે છે,
ક્યારેક જ્યાં નજર પહોંચે ત્યાં સાથી મિત્ર ને મૂકી દે છે
એ જગ્યાએ આ બેખબર ત્યાં પહોંચેને
તે મૃગજળ બની ને દૂર બેઠું હોય છે
જીવન પણ કેવું અજીબ ઉખાણું છે
ક્યારેક વહેતી નદી તો
ક્યારેક શાંત ઝરણું છે
ક્યારેક તો ઘણા બધા મિત્રો ની ટોળકી આપી દે છે
તો ક્યારેક એકલતા ના વાવાઝોડા માં ધકેલી દે છે
ક્યારેક કોઈની ખૂબ જ નજીક લઈ જાય છે
ક્યારેક તેનાથી જ દૂર મૂકી દે છે
ક્યારેક અજાણીયા ને સાથી બનાવી દે છે
તો ક્યારેક સાથી ને પણ અજાણીયા બનાવે છે
ક્યારેક એકલા એકલા હસવાનો મોકો આપે છે
તો ક્યારેક કોઈના ખોળા માં,
આંસુ સારવા નો પણ મોકો આપે છે
જીવન પણ કેવું અજીબ ઉખાણું છે
>ક્યારેક વહેતી નદી તો
ક્યારેક શાંત ઝરણું છે
ક્યારેક સુખનું ટીપું આપી દે છે
તો ક્યારેક દુઃખના દરિયા માં ડુબાડે પણ છે
ક્યારેક કોઈ સાથે ખૂબ જ પ્રેમ કરાવે છે
તો ક્યારેક એટલી નફરત પણ ભરી દે છે
ક્યારેક એટલા બધા શબ્દો આપી દે છે
તો ક્યારેક એ જ શબ્દો ને વાચા મૂકે ,
એ શબ્દ ને છીનવી લે છે
જીવન પણ કેવું અજીબ ઉખાણું છે
ક્યારેક વહેતી નદી તો
ક્યારેક શાંત ઝરણું છે
ક્યારેક મસ્ત મજા નું સપનું દેખાડે છે
તો ક્યારેક હવામાંથી ઉછાળીને,
જમીન પર પછાડે પણ છે
બસ એક જ દરખાસ્ત છે ,
અજબગજબ જિંદગી ને
ક્યારેક તો મોકો આપ,
આ અજબગજબ ઉખાણાં ને સૂલજાવાનો
એ વાત સાંભળી ને જિંદગી મને કહે
જો ભાઈ મને સુલજાવામાં તું ખુદ ગોથાં ખાઈ જઈશ
એટલે મારા માટે તો તું એટલું જ,
કહીને ખુશ રહે તો સારું છે
જીવન પણ કેવું અજીબ ઉખાણું છે
ક્યારેક વહેતી નદી તો
ક્યારેક શાંત ઝરણું છે
ક્યારેક પ્રેમાળ વ્યક્તિની આશ છે
તો ક્યારેક ખુદ પ્રેમાળ બનવાની પ્યાસ છે