STORYMIRROR

Raj Nakum

Others

2  

Raj Nakum

Others

હું રાહ જોઇશ

હું રાહ જોઇશ

1 min
741

આ રાહમાં પણ કંઈક ....,

              અલગ જ મજા છે.....

દિમાગથી વિચારો તો....,

        સજા સમજાય....

દિલથી વિચારો તો......,

        અતૂટ બન્ધન સમજાય.....


મારા એક હજાર પત્રએ.....,

               તમારો એક પત્ર આવે.....

જે એક હજાર બરાબર સમજાય.....


પત્ર લખી લખી હાથ થાક્યાં.....,

            પણ દિલ ના ભરાય......,

ઘર બહાર બેસી તારી જ રાહ જોવાય.....


રોજે સાંજે તારો ખ્યાલ આવે....,

        ત્યાર બાદ તરત જ તારી ફરજ યાદ આવે.....


જ્યારે એકલતા કોરી ખાઈ ....,

       ત્યારે તારા ફોટા સાથે દિલની વાત થાય.....


દિલ એક ધબકાર ચુકી જાય....,

    જ્યારે ન્યુઝમાં ફોજીના શહીદની આવે વાત....,

તે દિવસ મારા માટે ઉપવાસ બની જાય ....


કોઈક વાર એવું બને....,

         સપનામાં તું તિરંગામાં લપેટેલ મળે...,

એ રાત પણ તારા વિચારમાં વીતી જાય ....


લખાયું આવે તારા પત્ર માં....,

      રજાઓ મળી છે હું આવીશ....,

ત્યારથી જ દિલ કામ કરતા દરવાજા પર રહે છે....


દિલમાં ખુશીના સમાય....,

       તને મળવા પાગલ થતું જાય .....


કલાકો દિવસ બરાબર લાગે....,

        દિવસો વર્ષો જેવા લાગે.....


રજા ના દિવસો આવી જાય.....,

             પણ તું નથી આવતો......


આવતા પત્રે વાત મળે....,

       તારી ફરજ તને ઘરે આવતા નડે....


તું ત્યાં છે જેથી અમે છીએ....,

       એ વાત દિલને સમજાવ્યા છે ....,


ફરી તારી રાહ જોવાઈ છે....,

        હા હું રાહ જોઇશ તારી !


Rate this content
Log in