STORYMIRROR

Raj Nakum

Inspirational

4  

Raj Nakum

Inspirational

રહેવા દે

રહેવા દે

1 min
345

ખૂબ સાંભળી આ દુનિયાને....,

હવે અંતરના અવાજને સાંભળવા દે....


ઘણું હસી લીધું છે હવે....,

થોડું મન મૂકીને રડવા તો દે....


જીવનમાં ઘણા કોયડા ઉકેલાય છે....,

આ પ્રેમનો આખરી કોયડો ઉકેલવા તો દે....


જીવનમાં મળ્યા કેટકેટલા ઘાવ મુજને....,

આખરી ઘડીએ એનો સરવાળો મેળવવા દે....


કોઈ હંમેશા સાથ નથી રહેતું સમજો રાજ.....,

જે જવા જ માંગે છે એમને જવા દે....


યાદ ન કર એ વીતેલા દિવસોને....,

એમની યાદોનું વાવાઝોડું ફરી આવી ચડશે જવા દે....


ઘણું દબાવી રાખ્યું છે દિલમાં....,

માંડ કોરા કાગળ મળ્યા હવે લખવા દે.....


સવાલ બેવફાઈનો હતો ઘાયલ ..,

ખાતું સરભર નહિ થાય રહેવા દે....


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational