STORYMIRROR

Raj Nakum

Romance Others

3  

Raj Nakum

Romance Others

ગઝલ અધૂરી રહી જશે

ગઝલ અધૂરી રહી જશે

1 min
331

ધૂળ ચડી છે હવે તો આ વિચારોને,

હવે તો ખંખેર તું નહિતર અફસોસ રહી જશે,


હવે લોકો કરે છે સફેદ કપડે કાળા કામ,

એ ખુદા સમજાવ તો પણ દાગ રહી જશે,


બહુ વિચાર ના કર કહેવામાં તું,

નહિતર દિલની વાત દિલમાં જ રહી જશે,


કર્યા હતા તો એમને પણ સોગંધ કે,

થયા જો દૂર તો ત્યાં જ મારો અંત રહી જશે,


એ તો જતા રહ્યા યાદોના મહેલ છોડીને,

હવે એમની યાદોના ખંડહર રહી જશે,


નથી પરવા એમને તારી લાગણીઓની,

હવે તો બસ દિલ પર ઘાવ રહી જશે,


ભરી દે લાગણી શબ્દમાં તું 'ઘાયલ' ,

નહિતર ગઝલ અધૂરી રહી જશે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance