ઘર
ઘર


જોતો ખરા આ ઘરે પણ,
કેવી માજા મૂકી છે ....
ઘરથી દૂર થયા પછી
અગાસી ને સુની અને,
"હાલ જમવા" બા ની
પોક ને જોને મૂંગી કરી છે ...
અગાસીના એ ખૂણાને પણ,
એકલતા ખોરી ખાતી હવે લાગે છે ...
હવે હીંચક્કવા વાળું કોઈ નથી તો
હીંચકો હટાવી ઓસરી ને પણ
હવે ખાલીખમ કરી નાખી છે...
મનની થોડી ગુંચવણ લઈ,
જ્યાં હું ઘણી વાર બેઠો રહેતો એ
ઓટલે પણ હવે મારા વગર ચીસ મૂકી છે ...
ઘણા વર્ષો થયા ગીતા પેલા કબાટમાં જ પડી છે
જ્યારથી રોજે સાંભળવા આવતા ગીતા
પેલા પડોશવાળા જ્યા ડોશી ગયા છે ....
ઘાયલ લાગે છે આપણા વગર તો,
આપણી શેરીએ પણ રજાઓ મૂકી છે ...