Dikshita Shah

Others Tragedy

4  

Dikshita Shah

Others Tragedy

એવા પ્રસંગે આંખ વરસી ન શકી

એવા પ્રસંગે આંખ વરસી ન શકી

1 min
13.4K


બસ એક એવા પ્રસંગે આંખ વરસી ન શકી,

પાનખરે જેમ બહારની કદર થઈ ન શકી.

અવધિ જિંદગી ની હતી બે-ચાર દિવસની,

ઉધારી તેમાં તારી વસુલ થઈ ન શકી.


જિંદગી છે જર્જરિત, મરામત એની થઈ ન શકી,

હાલ એવા બેહાલ છે ,જેની કોઈ વાત થઈ ન શકી.

એક અધૂરી અવતરણ સભર વાતની;

પૂરી કવિતા થઈ ન શકી.


વ્યથા હૃદયની હતી ગઝલમાં પોતાની,

એ કારણે એની વાહ-વાહી થઈ ન શકી.

હવાની દિશા એ અજવાળા પ્રગટવાની,

ઘટના શક્ય થઈ ન શકી.


અશક્યતાઓ ભરેલી અમાસે પૂનમ,

જેટલી પ્રકાશની વાત થઈ ન શકી.

દુર્દશાઓની આ જાહોજલાલીની વસિયત,

કોઈ ના નામે થઈ ન શકી.


કુદરતની કરામત છે ન્યારી 'દિવ'

પછી ભલેને ખુદ્દારી મૂકવાની કોઈ કિંમત;

દુનિયાની બજારે થઈ ન શકી.


Rate this content
Log in