Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dikshita Shah

Inspirational Others

4  

Dikshita Shah

Inspirational Others

ગઝલ શું રાખવું બાકી ?

ગઝલ શું રાખવું બાકી ?

1 min
377


સજળ નયનમાં તમે છો, શું રાખવું બાકી ?

હૃદય પછી આ પ્રણયમાં શું હારવું બાકી ?


કમી આ કોની સતત રક્તમાં વહે છે રોજ ? 

નદી થવાની ત્વરામાં શું પામવું બાકી ?


તમે જે આપ્યું એ અણમોલ છે હું માનું છુ,

હું આંસુની આ જણસને શું સાચવું બાકી ?


હવાની સાથે સ્મરણ શ્વાસમાં લઈ જીવું,

તમે જ જિંદગી, તમને શું આપવું બાકી ?  


હજાર રીતથી છુપાય નહિ, છે જગજાહેર,

કિતાબ જેવા પ્રણયમાં શું ઢાંકવું બાકી ?


ખરું કશુંય હતું નહીં, હતા નર્યા આભાસ,

હવામહેલના ખયાલે શું રાચવું‌ બાકી ?


જતાં જતાં કરી ગ્યા છે એ પાનખર નામે,

વસંતના પરિવેશે શું આવવું બાકી ?


નથી એ મારા છતાં દિલથી ચાહતી રહું છું,

સમાધિની છે અવસ્થા, શું ત્યાગવું બાકી !


રહેમ આપની, પીડા આ છંદ પામી ગઈ, 

ગણિત જેવી ગઝલમાં શું ટાંકવું બાકી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational