STORYMIRROR

Dikshita Shah

Others

4  

Dikshita Shah

Others

વિચારો છો

વિચારો છો

1 min
300

પરિવર્તન ઘણું લાવું, પ્રથમ એવું વિચારો છો,

પછી જડ માન્યતા જકડીને શાને સત નકારો છો ?


ગળે ટૂંપો દીધો ખુદને છતાં નિર્દોષ છૂટી છું !

અદાલત કહે તમે માણસ નહિ, બસ મનને મારો છો.

 

બધું કુદરતને આધીન છે, જે છૂટે એને છોડી દો,

સરકતું પકડી રાખી ભાર ખુદનો ખુદ વધારો છો !


કશું જીતી નહી, પણ હાર ના સ્વીકારી મેં એથી,

એ ખૂંચે છે હૃદયને બહુ જે મજબૂરીમાં હારો છો.

 

મદદનો હાથ લંબાવો, ઉપેક્ષા આપે ઢગલાબંધ,

ફકત છે બે પગા પ્રાણી, તમે માણસ જે ધારો છો.


નથી જીવન, નથી ચેતન, નથી બાકી કશું એમાં,

ઓ લોકો ! ખરખરામાં આમ શું મડદું સંવારો છો.


મળો સામા જરી તો પૂછું સામેથી જ હું તમને,

જે યાદો જીવવા ના દે એ ક્યાં જઈને વિસારો છો ?


પછી દાઝયા ઉપર કેવળ ને કેવળ ડામ દેવાના,

ગઝલમાં દર્દ ઘૂંટી મનની પીડાને મઠારો છો ! 


Rate this content
Log in