Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dikshita Shah

Others

4  

Dikshita Shah

Others

અર્થ શું

અર્થ શું

1 min
233


પીડા જળની, પથ્થરે ધરબાય એનો અર્થ શું ?

દરિયે ભળવા, ખુદ નદી ખોવાય એનો અર્થ શું ?


પ્રેમ લેવાં આંસુ જો ખર્ચાય એનો અર્થ શું ?

છે રૂપાળો ભ્રમ, પછી સમજાય એનો અર્થ શું ?


જે મને મહેકાવતો રહે સ્પર્શ કોઈ ખાસ એ,

ચોપડીમાં ફૂલ થઈ સચવાય એનો અર્થ શું ?


જીવતા જણની વ્યથાથી દર્દ સહેજે ના થયું

લાશ જોઈ આંખ બે છલકાય એનો અર્થ શું ?


રોશની બીજાને આપે, એની વરવી અવદશા !

દીવો ખુદ અંધારને અથડાય એનો અર્થ શું !


સાવ મામૂલી ગણીને અવગણાઈ રોજ‌ એ,

લક્ષ્મી કહીને એક દિ પૂજાય એનો અર્થ શું ?


માનવી સમ માણસાઈ ઈશમાં હોવી ઘટે,

નભનું પંખી ધરતી પર પટકાય એનો અર્થ શું ?


ઓ ખુદા ! તું શ્વાસ દઈને જુલ્મ આવો ના કરીશ,

ભાર ખુદનો ખુદથી ના વેઠાય એનો અર્થ શું ?


Rate this content
Log in