Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dikshita Shah

Others

4  

Dikshita Shah

Others

માંગી લાગણી જીવણ

માંગી લાગણી જીવણ

1 min
222


જુદી રીતે મહોબ્બતમાં સજાવી લાગણી જીવણ,

હૃદય તૂટ્યું છતાં અકબંધ રાખી લાગણી જીવણ, 


ધરા આઘી, ગગન આઘું, ક્ષિતિજ પર તોય એકાકાર,

મિલનની આ પરાકાષ્ટાને માની લાગણી જીવણ,


જીવનદાતા નહીં તો શું બીજી ઉપમા હું એને દઉં ?

હવા થઈને જીવાડે છે તમારી લાગણી જીવણ,


નથી ઉન્માદ આ મારો, છે પીડા ડામવાની રીત !

ભરી બાથે જો હૈયા સરસી ચાંપી લાગણી જીવણ,


હવા, પાણી અને ખોરાકથી કેવળ જીવાતું ક્યાં ?

સહાયક ગણની યાદીમાં સમાવી લાગણી જીવણ,


ખુદા, જિસસ કે ઈશ્વરની જ હારોહાર પૂંજી છે,

બધા સ્થાનકમાં શ્રદ્ધા સંગ સ્થાપી લાગણી જીવણ, 

                    

બધીએ ગાંડપણની હદ વટાવી ચાહી છે એને !

મેં ફાંસીની સજા સાથેય માંગી લાગણી જીવણ, 


ઘણું કહેવું હતું જગને ગઝલના માપમાં તેથી, 

લગાગાગા લગાગાગામાં બાંધી લાગણી જીવણ.


Rate this content
Log in