STORYMIRROR

Dikshita Shah

Others

4  

Dikshita Shah

Others

મૌન

મૌન

1 min
298

ફાંસની માફક હવે ખૂંચે છે મૌન,

શબ્દ ક્યાં છૂટી ગયા ? પૂછે છે મૌન !


બે અધર વચ્ચે રહીને ભીંસમાં,

શ્વાસમાં ગૂંગળાઈને ખૂટે છે મૌન,


ભાવ ને ભાવાર્થની વચ્ચે જીવે,

અર્થ ખુદમાં કેટલાં ઘૂંટે છે મૌન,


એની ભીતર પણ રહે પથ્થરપણું,

ખૂબ સહે પીડા, પછી તૂટે છે મૌન, 


ભેદ છે કે ભેદ બેમાં કંઈ નથી,

મારી માફક દર્દ બહુ ઘૂંટે છે મૌન !


ખોખલા ઘોંઘાટના આ ખેલમાં,

પાનું હુકમનું બની ખૂલે છે મૌન,


આતમા પરમાત્મા બે એક છે,

પ્રાર્થનામાં શ્લોક સમ સ્ફૂરે છે મૌન,


સાથ ગમતાં જણનો જ્યાં છૂટ્યો જરી,

ત્યારથી બસ એકલું ઝૂરે છે મૌન,


એય ચાહે છે મને અનહદ જુઓ,

થઈ સનમ બે હોઠને ચૂમે છે મૌન.


Rate this content
Log in