STORYMIRROR

Dikshita Shah

Others

4  

Dikshita Shah

Others

લાગણી ખાતર

લાગણી ખાતર

1 min
373

ઘણાં કિસ્સા ન ભૂલાયા વચનની લાગણી ખાતર, 

જુના દ્રશ્યો જ ઘૂંટાયા જતનની લાગણી ખાતર,


કહી જ્યાં વાર્તા ઈશ્વર વિશે ફૂલોને ડાળીએ, 

ખુશીથી ફૂલ ચૂંટાયા ચમનની લાગણી ખાતર,


ખભે જો હોય તો દેખાય, હૈયે તો જુએ છે કોણ ?   

બધા અરમાન છૂંદાયા વજનની લાગણી ખાતર,


સુગંધી સ્પર્શ પામ્યા છે, સદા રહેશે તરોતાજા 

નથી એ ઘાવ રૂઝાયા બદનની લાગણી ખાતર,


પ્રણાલી કઈ રીતે સમજે ? સ્વભાવે છે પ્રણય પણ અંધ,

તિમિરમાં દીપ બુઝાયા પવનની લાગણી ખાતર,


હવે લાઠી એ ચડવાની કરી બેઠું છે હઠ તેથી,

સ્વયં શ્વાસો જ રૂંધાયા કફનની લાગણી ખાતર !


તપેલા સૂર્ય માફક તેજ સાથે દાહ આપે પ્રેમ !

છતાં પ્રશ્નો ન પૂછાયા અગનની લાગણી ખાતર,


હતી મિરાત મોતીની છતાં ના સાચવી રાખી, 

ખતા થઈ ! આંસુ લૂછાયા નયનની લાગણી ખાતર.


Rate this content
Log in