STORYMIRROR

Dikshita Shah

Tragedy

4  

Dikshita Shah

Tragedy

ગઝલ... રણ

ગઝલ... રણ

1 min
359

એકમાં જળ 'ને બીજીમાં રાખવાનું રણ હતું,

અઘરું તો પણ આંખને સ્વીકારવાનું રણ હતું.


મુક્ત થઈને યાદના પંખી બધા વિહરી શકે,

એટલે ઉજ્જડ હૃદયમાં સ્થાપવાનું રણ હતું.


ઝાંઝવાની લઈ તરસ દોડે હરણ, પણ વ્યર્થ છે,                     

એના હિસ્સે રણ પછી પણ આવવાનું રણ હતું.


આંગળીમાં સ્પર્શ એનો એક ક્ષણ પહેર્યા પછી,

બે હથેળીમાં સહજ સંભાળવાનું રણ હતું.


છે સનમ જેવી જ રેતી, હાથમાં રહેશે નહિ,

આ સમજથી પર રહીને ચાહવાનું રણ હતું.


એ છબી થઈ ભીંતે લટક્યા,શૂન્યતા સમજાઈ ગઈ,  

એ ખુશીનું ઘર હવેથી લાગવાનું રણ હતું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy