જલાવી છે
જલાવી છે


ખુશીઓ એ જાત જલાવી છે,
ઝખ્મોએ તો જાત દીપાવી છે.
પામવાને મથ્યો જે હરદમ હું,
જિંદગી એને જ તો હંફાવી છે.
છું આઝાદ છતાંયે ગુલામ છું,
લાગણીઓએ જાત નચાવી છે.
આપ્યું હતું સ્થાન હ્રદયમાં જેને,
આંખો એમણે સતત રડાવી છે.
ઘણું ખોયું ઘણું પામ્યો 'સતીષ'
ત્યારે થોડી સમજણ આવી.