STORYMIRROR

Satish Sakhiya

Romance Tragedy

3  

Satish Sakhiya

Romance Tragedy

કહી પણ ના શકો

કહી પણ ના શકો

1 min
27K


વ્યથા વિરહની તમે કોઈને કહી પણ ના શકો

અને થાય એવું કે તમે એ સહી પણ ના શકો

સમય તો સદાય રહે છે નિરંતર વહેતો, પણ 

થાય એવું કે તમે એ પ્રવાહમાં વહી પણ ના શકો

થઈ જાય છે જીવનમાં કોઈનો એવો હેળો, પણ 

થાય પછી એવું કે તમે તેના વગર રહી પણ ના શકો

કોશિષ કરો તમે સાથ પામવાને પ્રિયજનનો, પણ 

થાય એવું કે શરમને લીધે કોઈને કહી પણ ના શકો

સારું છે સતીષ એટલી સ્વતંત્રતા મળી છે દિલને,

નહીં તો થાય એવું કે તમે કોઈને ચાહી પણ ના શકો


Rate this content
Log in

Similar gujarati poem from Romance