STORYMIRROR

Nirali Shah

Romance

4  

Nirali Shah

Romance

અધિકાર

અધિકાર

1 min
717

હું ક્યાં માંગુ છું તારા જીવનમાં કોઈ અધિકાર ?

હું તો ફક્ત માંગી રહી છું તારા મનથી મારો સ્વીકાર,


ભલે નાં આપી શકે મને તારા હૃદયમાં કાયમી વસવાટ,

મારે તો જોઈએ છે તારા હૃદયમાં ફક્ત મારા નામનો એક ધબકાર,


આડા અવળા પરિમાણોથી ડગમગ મારી જિંદગી ને,

શું આપી શકીશ તું કાયમી સંબંધ રૂપી કોઈ આકાર ?


મારે ક્યાં જોઈએ છે સોના ચાંદીનાં આભૂષણોનો ખજાનો ?

હું તો ફક્ત માંગી રહી સુહાગણનાં સેંથાનો શણગાર,


એ જ પ્રાર્થના મારી, રહે અગણિત શ્વાસોની તારી જિંદગી,

મારે તો જોઈએ મારા છેલ્લા શ્વાસે ફક્ત તારો જ સહકાર,


સાત જન્મોનો સાથ ભલે નાં જોઈતો હોય તને, 

પણ સાતે જન્મો માં મને તો જોઈએ છે પતિ રૂપે ફક્ત તારોજ સાક્ષાત્કાર,


કાશ ! જેટલો પ્રેમ મને છે તારા માટે તેટલો જ તને પણ થાય મારા માટે,

હવે તો ભગવાન જ બતાવે કોઈ ચમત્કાર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance