STORYMIRROR

Nirali Shah

Romance

4  

Nirali Shah

Romance

સહજીવન

સહજીવન

1 min
228

બે અજાણ્યા જીવ શરૂ કરે અગ્નિની સાક્ષીએ જ્યારે સહજીવન,

ખરા અર્થમાં કહેવાય છે હિંદુ ધર્મમાં ત્યારે લગ્નજીવન.


વૈદિક મંત્રોચ્ચાર ને વિધિ સાથે પંડિતજી કરે બંને જીવોને જ્યારે પાવન,

સઘળા સુખ - દુઃખ સાથે વહેંચવા બંધાય છે ત્યારે બે યૌવન.


જન્મોજન્મ સાથે રહેવાના અપાય છે જ્યારે વચન,

રામ - સીતા જેવી બને અમર જોડી તેવું ઝંખે છે ત્યારે સહુજન.


ચોથા ફેરામાં રહીને આગળ વધૂ માંગે જ્યારે મૃત્યુ પ્રથમ,

સાવિત્રીની જીદ સામે હારીને પ્રભુ પાછા બોલાવી લે ત્યારે યમ.


લગ્નજીવનની ફલશ્રુતિ રૂપે થાય નવા જીવનું જ્યારે આગમન,

જનમાનસમાં સફળ ગણાય છે ત્યારે જ બંનેનું સહજીવન.


Rate this content
Log in

Similar gujarati poem from Romance