STORYMIRROR

Nirali Shah

Others

4  

Nirali Shah

Others

ધૂણી ધખાવું હું મારા કાનજીની રે

ધૂણી ધખાવું હું મારા કાનજીની રે

1 min
393

ધૂણી ધખાવું હું મારા કાનજીની રે,

મને નેડો લાગ્યો છે તારો કા'ન, હો કા'ન,

ધૂણી ધખાવું હું મારા કાનજીની રે.


મૃગજળ છે સંસાર કેરી માયા,

હે તારા શરણે આવી મળ્યું ભાન, હો કા'ન,

ધૂણી ધખાવું હું મારા કાનજીની રે.


દીનદુઃખીયાનો બેલી તું શામળા,

હે તું જાણે વિધિના વિધાન, હો કા'ન,

ધૂણી ધખાવું હું મારા કાનજીની રે.


દૂર કર્યા તેં હૈયાનાં અંધારા,

હે આપીને અમને ગીતાજ્ઞાન, હો કા'ન,

ધૂણી ધખાવું હું મારા કાનજીની રે.


કર્મોના લેખ નાં થાય મિથ્યા,

હે કરાવ્યું તે ધર્મનું બહુમાન, હો કા'ન,

ધૂણી ધખાવું હું મારા કાનજીની રે.


ગિરિધર ગોપાલ કહે મીરાં,

હે હું તો કહું તને કાન, હો કા'ન,

ધૂણી ધખાવું હું મારા કાનજીની રે.


વાટ જોઉં હું તારી કાન્હા,

હે દર્શન આપીને રાખજે માન, હો કા'ન,

ધૂણી ધખાવું હું મારા કાનજીની રે.


સામગ્રીને રેટ આપો
લોગિન