Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nirali Shah

Abstract

4  

Nirali Shah

Abstract

ચાલ રે મન આ જિદ હવે છોડી દઈએ

ચાલ રે મન આ જિદ હવે છોડી દઈએ

1 min
324


ચાલ રે મન આ જિદ હવે છોડી દઈએ,

એકમેકને ચકાસવાની રમત હવે મૂકી દઈએ.

ચાલ રે મન આ જિદ હવે..


તું તો ગરીબ ને હું રહ્યો તવંગર,

પૈસાના ત્રાજવે તોલાતા સંબંધોને હવે ભૂલી જઈએ.

ચાલ રે મન આ જિદ હવે..


સુખમાં ભૂલાતા ને દુઃખમાં સાંભરતા,

ભગવાન પર કરતાં આક્ષેપોમાંથી હવે સુધરી જઈએ.

ચાલ રે મન આ જિદ હવે..


પ્રેમથી જીતાય દિલ ને પ્રેમથી જ જીતાય જગ,

અવિરત ચાલી રહેલા યુદ્ધમાં હવે તો વિરામ કરીએ.

ચાલ રે મન આ જિદ હવે..


હું જ છું વિશેષ ને હું જ બનીશ મહાન,

આ "હું"ની માયાજાળમાંથી ક્યારેક તો બહાર નીકળીએ.

ચાલ રે મન આ જિદ હવે છોડી દઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract