મજા તો જ આવે
મજા તો જ આવે
સમય આપણો હો, મજા તો જ આવે,
વિચાર આપણા હો, મજા તો જ આવે,
ન ચાલે શરતચૂક જીવનમાં તો પણ,
શરત આપણી હો, મજા તો જ આવે,
પવન વાય મરજીથી બસ આપણી ને,
ચમન આપણું હો, મજા તો જ આવે,
નિશાચરની માફક આ જાગીને રાતો,
શયન આપણું હો, મજા તો જ આવે,
ન પાંખો મળી તોય ઊડવાને કાયમ,
ગગન આપણું હો, મજા તો જ આવે,
પછી 'સ્તબ્ધ' છેલ્લે નઠારા જગતથી,
ગમન આપણું હો, મજા તો જ આવે.