હું ગુજરાતી
હું ગુજરાતી
હું ગુજરાતી તમે ગુજરાતી આપણે સૌ ગુજરાતી
મળીને કરીએ હલ્લાગુલ્લા, મેળામાં જામે સંસ્કૃતિ,
ભાતીગળ મેળો, ગરબા, ને પતંગોત્સવ મચાવે ધૂમ
કમાણી કરે, દેશ -વિદેશ ફરે, સર્વત્ર ડંકો ગુજરાતી,
બાર ગાઉ બોલી બદલે તોપણ અમે સૌ ગુજરાતી
સરદાર, મેઘાણી, ગાંધીજી, વિક્રમ સારાભાઈ ગુજરાતી,
છે ભરપુર જ્ઞાન વિજ્ઞાન, સાહિત્ય ને અવનવી સંસ્કૃતિ
શું વખાણ કરું, શું ન કરું, અમે સૌ ગુજરાતી,
માન-સન્માન આપવામાં પાછા ન પડે
આતિથ્ય ભાવના ભરપૂર નજરે ચડે,
સાચા પથદર્શક, સાચા પારદર્શક
જોટો અમારો આખા મલકમાં ન જડે,
નરસૈયાના કરતાલ વાગે, શામળિયો થઈને રહ્યો ગુજરાતી
ઉદ્યોગપતિઓને છાજે, જમીન અમારી ગુજરાતી,
અમે ગુજરાતી સિંહ બચ્ચા, નુકશાન ખોટથી ન ડરીએ
વાણી, વર્તનને વ્યવહાર એક, હા અમે સૌ ગુજરાતી.
