કાનુડો
કાનુડો
રોજ આવે, સપનાંમાં આવે, કાન્હો મને રે,
સપનાં માંહે મોરપંખ, દેખાય મને રે,
ગમશે તને, ગમશે તને, ગમશે તને રે,
ગમશે મારું ગોકુળ જેવું ગમશે તને રે,
આવજે કાના, આવજે કાના, આવજે કાના રે,
માખણ મિસરીની મટુકી ફોડજે કાના રે,
રમજે કાના, રમજે કાના, રમજે કાના રે,
અમ ગોપીઓ સંગ રાસ, રચાવજે કાના રે,
વહેલો આવજે, જલ્દી આવજે, પહેલો આવજે રે,
આંખડી મારી મીંચાઈ ત્યારે, દર્શન આપજે રે,
અરજ સૂણજે, ધ્યાનમાં લેજે, વ્હાલા કાના રે,
હાથ પકડી વૃંદાવન લઈ જાજે, ગમશે મને રે.