STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Abstract Others

4  

Jivatiben Bachubhai Pipaliya

Abstract Others

કાનુડા હવે તો અવતરણ કર

કાનુડા હવે તો અવતરણ કર

1 min
263

દીધાં વચન ગીતા મહીં તું, પાળવા આવીશ ક્યારે ?

ચોપાસ આડંબર વધી ગ્યું, ખાળવા આવીશ ક્યારે ?


ઉર આવકારો ગ્યો રસાતળ, ભાવ ખોવાણો જગતથી,

ઊંડા કળણ છે સ્વાર્થના ભઇ ટાળવા આવીશ ક્યારે ? 


આંગણ થયાં ગૌરી વગરના ને યમુના આજ પ્રદૂષિત !

પાપો તણો અંબાર જગમાં, બાળવા આવીશ ક્યારે ?


શાણા બનીને શામળાના સ્નેહની વાતો કરે છે,

નફરત તણી આગે જલે જગ, ગાળવા આવીશ ક્યારે ?


'શ્રી' ઝંખતી, દિનરાત કાનુડા ! હવે તો અવતરણ કર !

છે યાચના મુજ ઉર તણી, તું ભાળવા આવીશ ક્યારે ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract