ના મળે વારે ઘડી
ના મળે વારે ઘડી

1 min

219
ના મળે વારે ઘડી તક, લઉં તરત પરખી હવે,
ના જવું ધોવા વદન પણ, લઉં તરત ઝડપી હવે,
બેસશું જો થઈ પ્રમાદી, તો જશે સરકી તરત,
કામઢી થઈ જે મળી એ, લઉં તરત બરકી હવે,
બેસતાનું ભાગ્ય પણ બેસે, ખબર છે એ મને,
જિંદગી ચમકાવવા, બસ લઉં તરત ખરપી હવે,
પ્રેરણાદાયી પ્રસંગોથી સરળ આ આયખું,
સિદ્ધિ દસ્તક બારણે દે, લઉં તરત મલકી હવે,
'શ્રી' કદી બનતી નથી તકસાધુ, તક પોંખે સદા,
શુભ સમય આણી શકું તો લઉં તરત હરખી હવે.