માટી મહીં જાવું મળી
માટી મહીં જાવું મળી

1 min

390
માટી મહીં જાવું મળી, આ વાતને ભૂલો નહીં,
છીએ રમકડાં રાખનાં, આ ગીતને ભૂલો નહીં,
અણમોલ છે આ જિંદગી, મળતી નથી વારે ઘડી,
આશિષ ભરેલી ઈશની સોગાતને ભૂલો નહીં,
ફૂલો ઘણાંયે ભર વસંતે, આથમી જાતાં અહીં,
ખાતો રહે અવિરત સમય દિન રાતને, ભૂલો નહીં,
ઈચ્છા હરણ દોડ્યાં કરે તો, આપણે દોડ્યાં જવું !
હાંફી જતાં પહેલાં, બિચારી જાતને ભૂલો નહીં,
પૂરા થશે શ્વાસો પછી, ના સંઘરે વ્હાલાં જનો,
જાણો હકીકત 'શ્રી' તમે, ઓકાતને ભૂલો નહીં.