આત્મ નિર્ભર સૌ બને
આત્મ નિર્ભર સૌ બને


સ્વસ્થ સમૃદ્ધ વિશ્વ બને કરવો છે સંકલ્પ,
એક પૃથ્વી એક ઘર બને કરવો છે સંકલ્પ,
ઉન્નતિનો એક માર્ગ, માનું હું સાક્ષરતા,
કોઈ રહે, ના નિરક્ષર કરવો છે સંકલ્પ,
બેકારી તો શ્રાપ મોટો, માનો હવે તો સૌ,
આત્મનિર્ભર સૌ બને, કરવો છે સંકલ્પ,
હુન્નર સૌમાં હોય જુદાં, દેવી છે ઓળખ,
આત્મવિશ્વાસી સૌ બને, કરવો છે સંકલ્પ,
યોગ તો રોગ ભગાડે, માનસિક કે શારીરિક,
ઉર ઉર સુધી એ પહોંચે, કરવો છે સંકલ્પ,
વૃત્તિ શુદ્ધ થાય એટલે, દૃષ્ટિ નિર્મળ થશે,
ભેદ ભ્રમના જાળાં તૂટે, કરવો છે સંકલ્પ,
વસુંધરાનાં વસુ સઘળાં, માનવ ખરાં બને,
શાંતિ ને સૌહાર્દ અર્થે, કરવો છે સંકલ્પ.