ચાવી મળે જો સ્નેહની
ચાવી મળે જો સ્નેહની


થાશે સરળ જીવન ગણિત, અઘરું ગણી ભાગો નહીં,
નિર્ધાર જો કરશો નઠારો, તો પછી પામો નહીં,
શોધક બનીને શોધ સૂત્રો, જિંદગી કરવાં સરળ,
ચાવી મળે જો સ્નેહની ! તો ઝટ ગ્રહો ત્યાગો નહીં,
આલેખ દોરી આગવો કર આયખું તારું ચમન,
આવે મસીહા તારવા, એ રાહમાં બેસો નહીં,
કડવાશ તો કકળાટ છે, ના આપવો આશ્રય કદી,
ગમતી નથી જે વાત ખુદને, એ કરી વાગો નહીં,
ઉકળાટ લાગે જિંદગી, ખૂટે હૃદયથી ખંત તો,
મથવું પડે, દોડ્યાં વગર 'શ્રી' લક્ષ્યને આંબો નહીં.