STORYMIRROR

Dilip Ghaswala

Fantasy Others

4  

Dilip Ghaswala

Fantasy Others

વ્હાલનાં વાદળ ચડે વરસાદમાં

વ્હાલનાં વાદળ ચડે વરસાદમાં

1 min
27.1K


વ્હાલનાં વાદળ ચડે વરસાદમાં;

યાદના ફોરાં પડે વરસાદમાં.


જાણે હો દીવાલ આડે આભમાં;

આંગણું કોરું રડે વરસાદમાં.


કે તિમિર મેઘલ બને છે તેજીલો;

વિરહી રાત્રી અડે વરસાદમાં.


રોજ તારી આંખમાં છે વરસવું;

તેજ સૂરજનું નડે વરસાદમાં;


પાંપણો છલકાય આષાઢી ક્ષણે;

યાદ તારી ગડગડે વરસાદમાં.


એકધારા રાત'દિ ભીંજાવવા ;

મેઘ નાં ટીપાં લડે વરસાદમાં .


મન તરાવે હોડી કાગળની 'દિલીપ';

મૈત્રીની મિરાત જડે વરસાદમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy