Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vaghela Shilpa

Drama Fantasy Romance

4  

Vaghela Shilpa

Drama Fantasy Romance

આ તે કેવી લાગણી?

આ તે કેવી લાગણી?

1 min
13.5K


અસ્તવ્યસ્ત જીવનની જોઈલો, જામી ગજબની હાટડી,

ના સમજાય છે પ્રેમ, આકર્ષણ કે, પછી છે સમયની માંગણી,

આ તે કેવી લાગણી?!?


સંબંધે ખૂંચાય બની સર્પદંશ, સારા-નરસાની ટાંકણી,

જીવે ભર્યું આ ઝેર ગજબનું, જાણે નખ-શિખે વિષેલી નાગણી,

આ તે કેવી લાગણી?!?


મનના માંજે રંગાયેલા વિચારો, જાણે પતંગ લહેરાતી ફાંકળી,

બોર-શેરડીના સાંનિધ્ય સાથે, લલચાવતી તલસાંકળી,

આ તે કેવી લાગણી?!?


લોચનો કરે લબકરા નીરખી, સૂકીભઠ્ઠ ધરતીના ભણકારા,

કોરાધાકોર એ નયન ઈચ્છે, અમીવર્ષા સમ પ્રેમ છાંટણી,

આ તે કેવી લાગણી?!?


ચિત-પરિચિત સ્મિત ફરકાવતા અધરો, ટપકાવે ગોષ્ઠીની ચાસણી,

ધનુષી ફિકા હોઠ કરતા જાણે, ભીના ચુંબનની માંગણી,

આ તે કેવી લાગણી?!?


રાત્રી ઈચ્છે એક હુંફાળું આલિંગન, જેમ બાળકને દોરતી એક આંગળી,

વ્હાલ નીતરતા હાથ ફરે માથે, પછી ન રહે સુરક્ષાની માંગણી,

આ તે કેવી લાગણી?!?


Rate this content
Log in

Similar gujarati poem from Drama