STORYMIRROR

Vaghela Shilpa

Classics Inspirational

4  

Vaghela Shilpa

Classics Inspirational

એક નાર

એક નાર

1 min
26K


દીકરી બની આંગણું શોભાવ્યું, માત-પિતાનો દિપાવ્યો સંસાર,

નાનકડા પગલાં ભરતી એક બેનડી, ભાઈને લડાવે એ લાડ...

સખીઓ સાંભળી સાથે રમતી એ ઘર-ઘર, ઢીંગલીનો કરતી શણગાર,

નિર્જીવ પૂતળાની ઢીંગલી પર, વરસાવે પ્રેમ અપાર,

એ નાનકડી માતામાં ઝળકતો, અખૂટ વાત્સલ્યનો ભંડાર,

માતૃત્વની છબીને પ્રેમની મૂરત, લાગતી એક નાર...

ઔસ બુંદ બની જીવનને ઝળહળ કરતી, દીપાવે ઘર સંસાર,

અર્ધાંગીનીના રુપમાં લક્ષમી બની, ઘરને ઉજાળે એક નાર,

હસતા મુખે ફરતી ઘરમાં, સૌને હસાવતી ફરે એક નાર...

વેદનાનો સાગર મનમાં, લઈને બેઠી એક નાર,

અદમ્ય સહનશક્તિની માલકીન, ઉમંગથી ભરેલી રહેતી એક નાર,

અંદરથી દાઝેલી ને, બહારથી ઉજળી લાગે એક નાર...

દરેક તબક્કે મળ્યા, દુઃખને તકલીફો છતાંય ,

નિરાશાને ધકેલે ને જીવનને આવકારે એક નાર,

ધૂપસળી જેમ પોતે બળી, સૌરભ ફેલાવે એક નાર,

"નવ્યા"ના નવલા નજરાણાં થકી, પોતાનું જીવન સમજાવે એક નાર...


Rate this content
Log in

Similar gujarati poem from Classics