કલમથી કિ-પેડ સુધી
કલમથી કિ-પેડ સુધી
એક હતો એવો જમાનો જ્યારે,
કાગળ પર કલમથી લખતા 'તા,
કેટકેટલી વખત વિચાર કરીને,
શબ્દો માંડ થોડાક લખતા 'તા,
એકાદ ફકરો કે બે-ત્રણ કડીઓ,
લખ્યા પછી છેકછાક કરતા 'તા,
ત્રણ-ચાર વખત કાચું લખ્યા પછી,
પાંચમી વખત પાકું લખતા 'તા,
ફાઈલો અથવા ચોપડા બનાવીને,
લખાણનું જતન સહું કરતા 'તા,
લેખ લખેલો કાગળ શોધવામાં,
સમય પણ કેટલો બગાડતા 'તા,
હવે કાગળને બદલે સ્ક્રિન આવી,
કલમની બદલે હવે કિ-પેડ વપરાય છે,
નોટપેડ જેવા કોઈ એપની મદદથી,
ટાઈપિંગ-એડિટીંગ વારેઘડીએ થાય છે,
વારંવાર લખવાની ઝંઝટ ઓછી થઈ,
કાગળ અને વૃક્ષોની બચત થાય છે,
ઇ-મેઈલ અને સોશ્યલ મિડીયા થકી,
સમયની પણ હવે બચત થાય છે,
લખેલો લેખ શોધવા જઈએ તો,
કિ-વર્ડ સર્ચ કરીને મળી જાય છે,
કાગળ, કલમ અને સહીનો પણ,
હવે ઉપયોગ બહું ઓછો થાય છે,
હવે કલમની વધુ ઉપયોગિતા,
સહી પૂરતી જ સમેટી લીધી છે,
અને કાગળની ઉપયોગિતા પણ,
જરુર પુરતી જ વીંટી લીધી છે,
માહિતી તંત્રજ્ઞાનને વાપરીને,
એક ટેવ નવી ભલે કેળવી લીધી છે,
પણ આપણાં સ્વઅક્ષરોની મજાને,
જાણે જાતે માટીમાં ભેળવી દીધી છે.