STORYMIRROR

Kalpesh Vyas

Abstract Romance

4  

Kalpesh Vyas

Abstract Romance

હે મૃગજળ !

હે મૃગજળ !

1 min
398

હે મૃગજળ, તારી પ્રતિક્ષામાં વીતી ગયા કેટલાક વરસ છે, 

હું છાશ વલોવીને થાક્યો, પણ તું જાણે નદારત ગોરસ છે,


ખબર નહી, તું ખરેખર છે કે માત્ર તારા હોવાનો આભાસ છે,

પણ તારા વિશે મે જે કલ્પના કરી છે, એ ખૂબ જ સરસ છે,


હું જાણું છું કે તને પામી શક્યો નથી, પામી પણ નહી શકું, 

છતાંય તને પામવની મનમાં એક મીઠી મજાની તરસ છે,


માપ્યું તો નથી, પણ અંતર ઘણું છે તારા મારા દરમિયાન, 

છતાંય મને એવું કેમ લાગે છે કે તું મારી જ અરસપરસ છે,


હે મૃગજળ આ રમણાં તું દૂર છે, પાસે રણદ્વિપ છે,

છતાંય મૂંઝાઉં છું કોણ દૂર છે અને કોણ સમીપ છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract