STORYMIRROR

Kalpesh Vyas

Inspirational

4  

Kalpesh Vyas

Inspirational

એ ખલાસી

એ ખલાસી

1 min
447

એ ખલાસી ધ્યાન પૂરું આપજે,

નાવ મઝધારે છે તું સંભાળજે.


તું હલેસા મારતો રહેજે અને,

નાવનું સમતોલ પણ તું રાખજે.


આવશે તોફાન કરજે સામનો,

અન્યથા તું નાવ પાછી વાળજે. 


ડોલતી નૈયા સતત મઝધારમાં,

ડૂબતી નૈયાને જલ્દી ખાળજે.


કાલ્પનિક શમણું થશે પૂરું હવે,

છોડજે નીંદર ઝડપથી જાગજે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational