STORYMIRROR

Kalpesh Vyas

Drama Romance Fantasy

3  

Kalpesh Vyas

Drama Romance Fantasy

ચુંબક કે ગુરુત્વાકર્ષણ

ચુંબક કે ગુરુત્વાકર્ષણ

1 min
809


સમજાતું નથી શું કહું એમના રંગરૂપને ?

ગુરુત્વાકર્ષણ બળ કે ચુંબકીય શક્તિ ?


મહાસાગરોમાં ભરતી-ઓટનું કારણ શું ?

ચાંદનું ગુરુત્વાકર્ષણ બળ કે ચુંબકીય શક્તિ ?


કોઈ ચુંબકીય શક્તિ છે એમના રૂપમાં

આ પોલાદ જેવું મન આકર્ષાઈ રહ્યું છે,


ચાંદસમી આંખોમાં ગુરુત્વાકર્ષણ બળ છે

મનસાગરમાં ભરતી-ઓટ આવી રહી છે,


કેટલી ઊંડાઈ હશે કજરારી આંખોમાં !

પથ્થરસમું મન જાણે ડૂબવાને આતૂર છે,


એમનાં નૈનસાગર અને મુજ મનસાગરનું,

ક્યાંક ક્ષિતજ રેખા પર મિલન થઈ રહ્યું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama