STORYMIRROR

Sejal Ahir

Drama Inspirational

4  

Sejal Ahir

Drama Inspirational

રક્ષાબંધન

રક્ષાબંધન

1 min
345

સ્નેહના તાંતણે ગુંથી વીરા અમર રાખડી,

ભાઈની બેન લાડકી લઈને આવી રાખડી,


વાટુ જુવે છે વીરલો ક્યારે આવે છે બેનડી,

વીરની સુરક્ષાનું કવચ બાંધે છે બેની રાખડી,


ભાલે કુમકુમનો ચાંદલો, એને ચોખલીએ વધાવું,

અમર આશિષના બંધને બાંધે છે બેન રાખડી,


આંખલડી છલકાણી વર્ષો પછી મળ્યો વીરલો,

ઉરના હેત ભરીને મારા વીરને બાંધુ રાખડી,


લડતી અને ઝઘડતી અબોલ થઈને બેસતી,

વીરની સુરક્ષા કાજે બેન બાંધે વીરને રાખડી,


રેસમની દોર ફૂલડે અને હીરલે મઢી છે રાખડી,

સેજલ તણી સ્વીકાર જે વીરા પ્રીત રુપ રાખડી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama