STORYMIRROR

DHAVL MALI

Drama Inspirational

1.5  

DHAVL MALI

Drama Inspirational

કામ કરે તે જીતે

કામ કરે તે જીતે

1 min
28K



કામ કરે એ જીતે રે માલમ, કામ કરે એ જીતે,

આવડો મોટો મલક આપણો, બદલે બીજી કઈ રીતે,

રે માલમ ....


ખેતર ખેડીને કરો સીમ સોહામણી, બંધો રે નદી પૂર્ણ નીર

માગે છે દેશ આજ મહેનત મજીયારી, હૈયાના માગે ખમીર

રે માલમ .....


લિયો કોદાળી ભાઈ, લિયો પાવડો ને, ઘર ઘર ઘૂમે ચરખે

બાવળને જોરે આ દુનિયા બદલવી, નજરું હોય એ નીરખે

રે માલમ ....


ઊંચું ભણેલા તો ઓફિસમાં બેસે, નીકળે બહાર કઈ રીતે

કાગળ પર કરે કરમતું ને છાયા ચોતાડે ભીંતે

રે માલમ . . .


હાલો રે ખેતર ને હાલો રે વાડીએ, વેળા અમોલી આવી રે

આજે બુલંદ સુરે માનવીની મહેનતનાં, ગો જય જયકાર પ્રીત રે

રે માલમ . . .


Rate this content
Log in

Similar gujarati poem from Drama