સાંજ સમે શામળિયો
સાંજ સમે શામળિયો
1 min
30.5K
સાંજ સામે શામળિયો વહાલો વૃંદાવનથી આવે,
આગળ ગોધન પાચળ સાજન મનમાં મોહન ઉપજે.
મોર મુકુટ સિર સુંદર ધરિયો કાને કુંડળ લટકે,
પહેર્યા પીતાંબર ફૂલની પછેડી ચુઆ ચંદન મહેકે.
તારા મંડળમાં જેમ શશિયર શોભે હેમે જડિત હીરો,
તેમ ગોવાલમાં ગિરિધર શોભે ફળી હળધરનો વીરો.
વ્હાલાજીનું રૂપ મહાશુભકારી રસિયા વિણ કેમ રહીએ,
આલકારી આલિંગન દીધું તનમાં મુખ પરવારું.
વ્હાલાજીનું રૂપ હદયમાં વસિયું મનડું તેઘસી ચુમારું,
નરસૈયા સ્વામીની શોભા નીરખી નીરખી હરખીએ.
