STORYMIRROR

ચૈતન્ય જોષી

Drama

4  

ચૈતન્ય જોષી

Drama

સમંદરને

સમંદરને

1 min
464

રહી સમંદરને સરિતાની ખેવના ઘણી.

એથી જ કરતો હશે એ ગર્જના ઘણી.


નામે રત્નાકર રાજાધિરાજ સમો છે,

તોયે કિનારો કરે છે એનેય મના ઘણી.


નથી જઈ શકતો સરિતા વસે અંબુ,

એના જીવનની હશે વિટંબણા ઘણી.


મીઠાં નીરની એનેય ચાહત હશે ઉરમાં, 

વલોપાતી દરિયાને નથી સાંત્વના ઘણી.


નીર મીઠાંને અમી શાં સરિતાનાં હરતો,

શું નદીએ કરી એની અવગણના ઘણી?


Rate this content
Log in

Similar gujarati poem from Drama