STORYMIRROR

Deviben Vyas

Drama

4  

Deviben Vyas

Drama

આ દિલ મહીં

આ દિલ મહીં

1 min
300

આભાસ તારો લાગતો, રોચક સમો આ દિલ મહીં,

અહેસાસ તારો ભાસતો, મોહક સમો આ દિલ મહીં,


લાગે હવાની લહેરખીથી, સ્પર્શ તારો તો મળ્યો,

આયાસ તારો વામતો, રોનક સમો આ દિલ મહીં,


ફૂલો લચે ડાળી ઉપર, એ જોઈ કર સંવાદ મન,

ઉલ્લાસ તારો આવતો, રોહક સમો આ દિલ મહીં,


ને સૂર્યના અજવાસથી, ઝાકળ બને મુક્તા અહીં,

ચોપાસ તારો ફાગતો, દ્યોતક સમો આ દિલ મહીં,


સાગર તણાં મોજા ઊઠે, લહેરાય મન ખળ-ભળ કરી,

અભિલાષ તારો જાગતો, સોહક સમો આ દિલ મહીં,


મીઠી બનીને પીડ એક, ઊઠતી નયનથી ટીસ થઈ,

અટ્ટહાસ તારો તાગતો, રોધક સમો આ દિલ મહીં,


વીંઝું હવામાં હાથ અમથો, ત્યાં જ દીસે તું અગર,

ઉજાસ તારો ફાલતો, યોજક સમો આ દિલ મહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama