STORYMIRROR

Deviben Vyas

Others

4  

Deviben Vyas

Others

શિક્ષક

શિક્ષક

1 min
318

કદી ના હોય સાધારણ જગે શિક્ષક,

કરે ઉપયોગ એ ક્ષણ ક્ષણ જગે શિક્ષક,


રહે છે જિંદગીભર કાર્યરત શિક્ષણ,

ભરે ભણતર તણું આંજણ જગે શિક્ષક,


છે એ તાકાત કે બદલી શકે તાસીર,

સજાવે પ્રેમથી આંગણ, જગે શિક્ષક,


વહે વિદ્યા સરિતા, સર્વદા રગ-રગ,

જગાવે જ્ઞાનનું કામણ, જગે શિક્ષક,


વધે કિંમત જગે, મોતી તણી એથી,

બનાવે એ કરી રક્ષણ, જગે શિક્ષક,


બની હીરા ઝળકતાં, ઝગમગે જગમાં,

તરાશે સત, કરી પ્રેક્ષણ, જગે શિક્ષક,  


સરળ ને ઋજુ સ્વભાવે,પણ પ્રભાવી થઈ,

નજાકતથી ધરી લક્ષણ, જગે શિક્ષક.


સામગ્રીને રેટ આપો
લોગિન