Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deviben Vyas

Inspirational

4  

Deviben Vyas

Inspirational

અભિમાન

અભિમાન

1 min
364


જીવન તણો કહે, આટલો છે શોર કાં ?

અણમોલ એવી જિંદગીમાં, ન્હોર કાં ?


હર ચીજને બસ છે પ્રતીક્ષા કાળની,

છે લાલિમા તો આટલો તું ચોર કાં ?


આપે વિધાતા કર્મ મુજબ ભાગ્યમાં,

સત્કર્મમાં તું રાખતો ના દોર કાં ?


દિનકર ઊગે છે લઈ કિરણને સાથમાં,

સૌંદર્ય પાને આટલો કમજોર કાં ?


વિશ્વાસ કર તું જાત પર ખુદની જરા,

તાકાત તારી જાણવામાં તોર કાં ?


અભિમાન તો, રાવણ તણું પણ ના રહ્યું,

સેવી અહં, ને, તું બને ઠાકોર કાં ?


તાસીર જો, ઘટમાળની પાછળ ફરી,

આ ઝાંઝવામાં માન્યતા નક્કોર કાં ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational