એક તો વૃક્ષ વાવ
એક તો વૃક્ષ વાવ


બીજ તણું એક તણખલું થઈને;
વટવૃક્ષ બની છાંયડો આપશે તને,
એટલે કહું છું માનવ,એક તો વૃક્ષ વાવ...
એક બીજમાંથી બે પાન થશે;
બે થી પાંચ થશે,ને થશે અનેક ડાળખી,
ત્યારે થશે તારા શ્વાસોશ્વાસના સાથી,
એટલે કહું છું માનવ,એક તો વૃક્ષ વાવ...
વટવૃક્ષ બની વનનો એક પરિવાર બનાવશે;
જે તારા પરિવારને શ્વાસ પૂરો પાડશે,
એટલે કહું છું માનવ એક તો વૃક્ષ વાવ...
છે શૃંગાર વૃક્ષ પ્રકૃતિનો;
સાથે છે શૃંગાર માનવ તારા શ્વાસનો,
એટલે કહું છું માનવ એક તો વૃક્ષ વાવ....
સૂકાયેલું પાન કહે, મારે છે જીવવું;
શ્વાસની અછતથી કોરોનામાં,
આપણે કહેતા, મારે છે બચવું,
એટલે કહું છું માનવ એક તો વૃક્ષ વાવ...
જેમ બાળક વિના માઁ છે અધૂરી;
એમ 'ધરા' છે વૃક્ષ વગર વિહોણી,
એટલે કહું છું માનવ એક તો વૃક્ષ વાવ.