માંગુ છું
માંગુ છું


સંબંધોની ઝોળીમાં થોડો હું પ્રેમ નાખવા માંગુ છું;
ઝાઝું નહીં પણ થોડું હું કહેવા માંગુ છું,
ટૂંકા રસ્તા કરતાં સત્યનાં રસ્તે ચાલવા માંગુ છું;
પરીક્ષાની સાથે નિષ્ફળતાને માણવા માંગુ છું,
લક્ષ્યને નિર્ધાર કરીને પ્રમાણિકતાથી રહેવા માંગું છું;
એકલા નહીં સૌને સાથે લઈ સફળ થવા માંગુ છું,
છૂપાયેલા સપનાને આંખોની સામે લાવવાં માંગુ છું;
છે જીવન ટૂંકું, પણ જીવંત રહેવા માંગુ છું,
છે નાનકડું આયખું મારું, નદી બની વહેવા માંગુ છું;
ધરા કેરા નામને ભૂલી જાતને શોધવા માંગુ છું.